રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે પડશે રાજ્યમાં વરસાદ

|

Oct 13, 2024 | 7:09 PM

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે.

નવરાત્રી પૂરી થાય એની સાથે વરસાદની પણ વિદાય નિશ્ચિત જ હોય છે. પરંતુ આ વખતે મેઘરાજાએ હજુ વિદાય નથી લીધી. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 13થી 16 ઓક્ટોબર સુધી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે.

બીજ તરફ, હવામાન વિભાગે આગામી 24 કલાક ખુબ જ ભારે રહેવાની આગાહી કરી છે, રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની શકયતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. તો કચ્છમાં પણ વરસાદી માહોલ છે.

Next Video