Ambalal Patel prediction: વરસાદને લઈ હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી, 3 દિવસ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના !

|

Aug 03, 2023 | 7:33 PM

ચોમાસાને લઈ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. 4, 5 અને 6 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

Monsoon 2023: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4, 5 અને 6 ઓગસ્ટે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવ્યો મેમો, હવે RTOમાં દંડ ભરવા લાગી કતારો

ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાત સાથે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4,5, અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસસે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે તેવું અંબાલાળ પટેલે જણાવ્યુ છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, નવસારીઅને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video