Breaking News : ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી, આ વર્ષે ગરમી તોડશે બધા રેકોર્ડ!

ગત વર્ષે ગરમીના પ્રચંડ કહેરથી ગુજરાત જ નહીં. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોને રાહત મળી હતી. જો કે આ વર્ષે માનવામાં આવી રહ્યું છે કે ગરમી ભીષણ આતંક મચાવી શકે છે.હાલ બપોરે તો ગરમીનો અહેસાસ થાય છે.જો કે મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળે છે.ત્યારે જુઓ. ઉનાળાને લઇને શું છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી.

Breaking News : ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી, આ વર્ષે ગરમી તોડશે બધા રેકોર્ડ!
Gujarat Heatwave
| Updated on: Feb 14, 2026 | 8:35 PM

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ઉનાળાની ગરમી અનુભવાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો સ્પર્શ રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે હવે ગરમીને લઈને જે ભવિષ્યવાણી સામે આવી છે તે ચોંકાવનારી છે. 2025ના ઉનાળામાં અપેક્ષા મુજબ આકરી ગરમી પડી નહોતી અને કમોસમી વરસાદના અનેક રાઉન્ડને કારણે તાપમાન ખાસ વધી શક્યું નહોતું. પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 41 ડિગ્રીની નજીક પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેને કારણે આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જાણકારોનું માનવું છે કે સરેરાશ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અને માર્ચથી જૂન દરમિયાન ગુજરાતમાં પ્રચંડ ગરમીનો કહેર જોવા મળી શકે છે.

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું આકાશ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેના પરિણામે ઉત્તર ભારતમાં હિમવર્ષાના સંકેત પણ મળી રહ્યા છે.

બેવડી ઋતુના કારણે આરોગ્ય પર પણ અસર જોવા મળી શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થતાં શરદી, ઉધરસ અને તાવ જેવા રોગોમાં વધારો થવાની શક્યતા છે. સાથે સાથે પાકમાં પણ રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને આગોતરું આયોજન કરી પાકને નુકસાનથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે પણ હવામાનમાં મોટા પાયે પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે 2026 વર્ષ સૌથી વધુ ગરમ વર્ષોમાંનું એક બની શકે છે. અંદાજ મુજબ વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.4 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. તેના પ્રભાવથી ભારત સહિત અનેક દેશોમાં ગરમીનો ભીષણ કહેર જોવા મળી શકે છે.

ગુજરાતમાં ખાસ કરીને માર્ચથી જૂન દરમિયાન તાપમાન 42 ડિગ્રીથી ઉપર જઈ શકે છે અને હીટવેવની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકે છે. સામાન્ય રીતે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઉનાળામાં ચારથી સાત હીટવેવ દિવસ જોવા મળે છે, પરંતુ આ વર્ષે તે સંખ્યા સાતથી દસ અથવા તેનાથી વધુ પણ થઈ શકે છે. આમ, આ વર્ષે ગરમી ત્રાટકવાની સંપૂર્ણ શક્યતા છે અને લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us