આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો! અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો! અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી, જુઓ Video

| Updated on: Dec 07, 2025 | 7:50 AM

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. પાટણ, સમી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી થવાની શક્યતા છે. જ્યારે નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. તેમજ લા નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી જોરદાર ઠંડીની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વાદળછાયું વાતાવરણની સાથે ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો