અંબાજીનાં દર્શને જતા પહેલા આ ખાસ જાણી લો, મંદિર રહેશે 7 દિવસ માટે બંધ, જાણો સમગ્ર શેડ્યુલ

અંબાજીનાં દર્શને જતા પહેલા આ ખાસ જાણી લો, મંદિર રહેશે 7 દિવસ માટે બંધ, જાણો સમગ્ર શેડ્યુલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 8:21 AM

અંબાજી મંદિરમાં આરતી, શણગાર, રાજભોગ સહિતના કાર્યક્રમ ચાલુ જ રહેશે. જો કે તેના દર્શનનો લાભ ભક્તો મંદિરમાં જઇને લઇ શકશે નહીં. 22 જાન્યુઆરી સુધી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જો કે ભક્તો ઓનલાઈન આરતીમાં માતાજીના દર્શન કરી શકશે.

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)માં તીવ્ર ગતિથી વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસ (Omicron case) પણ વધી રહ્યા છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અંબાજી મંદિર (Ambaji Temple) ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર આજથી બંધ કરવામાં આવ્યુ છે.

અંબાજીમાં પ્રાગટ્યોત્સવ કાર્યક્રમ રદ

રાજ્યભરમાં કોરોનાનું સંકટ વધતુ જઇ રહ્યુ છે. અંબાજી મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધુ છે. જેથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળી શકે. અંબાજી મંદિરના દ્વાર દર્શન કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. અંબાજીમાં પ્રાગટ્યોત્સવ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.

22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ

અંબાજી મંદિરમાં આરતી, શણગાર, રાજભોગ સહિતના કાર્યક્રમ ચાલુ જ રહેશે. જો કે તેના દર્શનનો લાભ ભક્તો મંદિરમાં જઇને લઇ શકશે નહીં. 22 જાન્યુઆરી સુધી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જો કે ભક્તો ઓનલાઈન આરતીમાં માતાજીના દર્શન કરી શકશે.

મહત્વનું છે કે ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ કોરોનાના 10,019 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 55, 798 થયા છે. તેમજ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,090 કેસ, સુરત કોર્પોરેશનમાં 2,986 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 1,274 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 296 કેસો નોંધાયા છે.

આ પણ વાંચોઃ

Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, આમને સામને ફાયરિંગમાં બે ના મોત

આ પણ વાંચોઃ

Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

g clip-path="url(#clip0_868_265)">