Ambaji: અંબાજી પ્રસાદમાં ભેળસેળીયા ઘીનો મામલો, આરોપી દુષ્યંત સોનીએ કર્યો મોટો ખુલાસો, જુઓ Video

Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરે ભાદરવી પૂર્ણિમાના દરમિયાન મોહનથાળ પ્રસાદમાં ભેળસેળ વાળુ ઘી સપ્લાય કરવાના મામલે આરોપી દુષ્યંત સોનીએ મોટો ખુલાસો કર્યો છે. દુષ્યંત સોનીએ પાલનપુરમાં મેડીકલ ચેકઅપ સમયે પહોંચવા દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તે અમદાવાદના પાલડીમાંથી અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ઘીનો આ જથ્થો લઈને માધુપુરામાં નિલકંઠ ટ્રેડર્સમાં ઘીનો જથ્થો આપ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 4:33 PM

અંબાજી મંદિરે ભાદરવી પૂર્ણિમાના દરમિયાન મોહનથાળ પ્રસાદમાં ભેળસેળ વાળુ ઘી સપ્લાય કરવાના મામલે આરોપી દુષ્યંત સોનીએ મોટો ખુલાસો કર્યો છે. દુષ્યંત સોનીએ પાલનપુરમાં મેડીકલ ચેકઅપ સમયે પહોંચવા દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તે અમદાવાદના પાલડીમાંથી અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ઘીનો આ જથ્થો લઈને માધુપુરામાં નિલકંઠ ટ્રેડર્સમાં ઘીનો જથ્થો આપ્યો હતો. આમ નિલકંઠ ટ્રેડર્સને ઘી સપ્લાય કરવાને લઈ મોટો ખુલાસો આરોપી દુષ્યંત સોનીએ મીડિયા સમક્ષ કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Video: નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માંગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર

દુષ્યંત સોની હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ દ્વારા તેની તપાસ શરુ કરવામાં આવી છે. મેડિકલ ચેકઅપ માટે તેને પાલનપુર લઈ જવાયો હતો. જ્યા તેણે આ ખુલાસો કર્યો હતો. મોહનથાળ માટેનો ઘીનો જથ્થો નકલી લેબલ લગાવીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે સાબરડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ હોવાના નકલી લેબલ લગાવી દઈને ઘીને સપ્લાય કર્યુ હતુ. સાબરડેરીએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલાની તપાસનો ધમધમાટ શરુ થયો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
g clip-path="url(#clip0_868_265)">