Breaking News: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, 5 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની શક્યતા
શક્તિપીઠ અંબાજીમાં આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળાને લઈને સેવાભાવી કેમ્પ સંચાલકો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મોટી સંખ્યામાં યાત્રિકો પગપાળા અંબાજી પહોંચતા હોવાથી મેળા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.

યાત્રિકોની સુવિધા માટે માર્ગમાં 500થી વધુ સેવા કેમ્પો ગોઠવાશે
ભાદરવી પૂનમના મેળામાં 35 લાખથી વધુ યાત્રિકો પગપાળા અંબાજી પહોંચે તેવી શક્યતા છે. યાત્રિકોની સુવિધા અને સેવા માટે અંબાજી તરફના માર્ગો પર 500થી વધુ સેવા કેમ્પો ગોઠવવામાં આવશે. આ કેમ્પોમાં યાત્રિકોને જરૂરી સુવિધાઓ મળી રહે અને કોઈ અગવડ ન પડે તે માટે કેમ્પ સંચાલકોને તંત્ર સાથે સંકલન રાખવા સૂચના આપવામાં આવી છે.
સ્વચ્છતા અને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ પર તંત્રનો ભાર
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ સેવા કેમ્પ સંચાલકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી કચરાના યોગ્ય નિકાલ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવા સૂચના અપાઈ છે.
ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કેમ્પો 30 મીટર દૂર રાખવા અપીલ
મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને અસર ન થાય તે માટે સેવા કેમ્પો ડાબી બાજુ અને રોડની કિનારીથી આશરે 30 મીટર દૂર રાખવા અપીલ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે માટે કેમ્પ સંચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- Breaking News : 16 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની જયપુરમાંથી ધરપકડ, રાજસ્થાનમાં વેશ પલટો કરી પોલીસે આરોપીને શોધી કાઢ્યો