અંબાજી અને દાંતા પંથકમાં વકર્યો રોગચાળો, ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો આવતા તંત્રમાં ખડભડાટ, જુઓ Video
હાલમાં રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થાય છે. તેમાં પણ કમોસમી વરસાદે લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર પહોંચાડી છે.
હાલમાં રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થાય છે. તેમાં પણ કમોસમી વરસાદે લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર પહોંચાડી છે. સ્થાનિક હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યા છે. એટલું જ નહીં અંબાજી અને દાંતા પંથકમાં સાત જેટલા સાદા અને ઝેરી મેલેરિયાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે અંબાજી અને દાંતા પંથકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે ડોર ટુ ડોરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર જ લોહીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ મળી આવેલા મલેરિયાના કેસને લઈ આરોગ્ય અધિકારીએ ખુલાસો કર્યો છે. આરોગ્ય અધિકારીના મતે મલેરિયાના દર્દીઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા હોવાનું જણાવી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
