દીવા તળે અંધારુ: અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે તબક્કાવાર 700 કરોડ ફાળવાયા છતા દર્દીઓની દુર્દશા, સારવારના નથી કોઈ ઠેકાણા-Video

|

Dec 03, 2024 | 8:35 PM

આજના જમાનામાં 700 કરોડ રૂપિયા કોઈ પાસે હોય તો એ શું થઈ શકે. તમે કહેશો કે શું ન થઈ શકે...પણ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કંઈ કરતા કંઈ ન થઈ શકે. તબક્કાવાર હોસ્પિટલની સ્થિતિ અને દર્દીઓને સારી સારવાર માટે બજેટ ફાળવવામાં આવ્યું પરંતુ વીએસ હોસ્પિટલનું બિલ્ડીંગ આજે પણ પડુ પડુ થવાની સ્થિતિમાં સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં છે.

અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે અલગ અલગ સમયે તબક્કાવાર રીતે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયુ છતા હોસ્પિટલની દયનિય સ્થિતિ છે. હોસ્પિટલ એટલી હદે જર્જરીત બની છે કે અહીં આવતા દર્દીઓને પણ જીવનું જોખમ રહેલુ છે. અહીં આવતા ગરીબ દર્દીઓની પણ દરકાર લેનારુ જાણે કોઈ નથી. પીડાથી કણસતા ગરીબ લાચાર દર્દીઓ હાલાકીથી પરેશાન છે, દર્દીઓની આ લાચારી અને નિ:સહાયતા tv9ના કેમેરામાં કેદ થઈ છે.

દર્દથી કણસતા દર્દીઓને નથી મળી રહી યોગ્ય સારવાર

મૂંઝવણમાં અને અવઢવમાં મુકાયેલા દર્દથી કણસતા દર્દીની વેદનાની tv9એ નોંધ લીધી. આ વૃદ્ધ દર્દીની દુર્દશા જ અમદાવાદની આ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની દશાની ચાડી ખાઈ રહી છે. tv9એ વૃદ્ધ દર્દીની પીડા જાણવાની કોશિષ કરી તો તેમણે તેમના પત્ની વિશે જણાવ્યુ. તેમણે જણાવ્યુ કે મારી પાસે પૈસા નથી એટલે અહીં આવવુ પડે છે. પરંતુ પહેલા જેવુ હતુ એ અત્યારે નથી. બહુ હેરાન કરે છે. પહેલા સ્ટાફ સારો હતો. પહેલા સારી સારવાર કરતા હતા અત્યારે કોઈ ધ્યાન દેતુ નથી તો ક્યાં જવુ અમારે! tv9ના કેમેરા સમક્ષ વૃદ્ધ દર્દી પૂછી રહ્યા છે કે અમારા જેવાએ હવે ક્યાં જવાનું?

વી.એસ.હોસ્પિટલ શરૂ કરવા અનેકવાર કરાઈ રજૂઆત

આ જ મુદ્દો છે જે ઘણા સમયથી અટવાયેલો છે કે વીએસ હોસ્પિટલમાં હવે પહેલા જેવું નથી રહ્યું. બાજુમાં અદ્યતન સુવિધાથી સજ્જ SVP હોસ્પિટલ બની જતા વીએસ હોસ્પિટલની અવગણના થઈ રહી છે. VS હોસ્પિટલ શરૂ કરવા વારંવાર રજૂઆત કરનામાં આવી છે, મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે. એક સમય હતો જ્યારે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અનેકો એમ્બ્યુલન્સ આવતી-જતી. કારણ કે સુલભ અને સસ્તી સારવારનો વી.એસ હોસ્પિટલ વિકલ્પ હતો. પરંતુ હવે અહીં યોગ્ય સારવાર ન મળતા દર્દીઓ જવલ્લે જ જોવા મળે છે. કોઈ નિ:સહાય વૃદ્ધ જેવા દર્દીઓ જ અહીં આવી ચડે છે. કોર્પોરેટની જેમ વર્તતી અને ગરીબો પાસેથી ચીરીને રૂપિયા ખંખેરતી હોસ્પિટલો કરતા લાખ દરજ્જે સસ્તી આ હોસ્પિટલમાં આજે ખુદ સારવાર માગી રહી છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

પૂરતી સાધન સામગ્રી ન હોવાથી અન્ય જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને પારાવાર હાલાકી

ન માત્ર અમદાવાદથી, આસપાસના જિલ્લાઓમાંથી પણ અહીં દર્દીઓ સસ્તી સારવારની આશાએ આવી પહોંચે છે. પણ અફસોસ અહીં તો ન પૂરતા સ્ટાફના ઠેકાણા છે, ના સંસાધનોના. જર્જરીત થયેલી પડુ પડુ કરતી વીએસ હોસ્પિટલમાં જીવનું જોખમ છે. જર્જરિત બિલ્ડીંગના સમારકામની વારંવાર માંગ ઊઠી છે. હાઈટેક એસવીપી હોસ્પિટલની ફેસિલીટીઝ સામે વીએસ હોસ્પિટલની બદ્તર હાલત પર દયા આવે છે. સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો અને લોકહિતમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ શરૂ કરવાની વાત વધુ મજબૂતીથી મૂકવામાં આવી છે.

SVP શરૂ કરવામાં આવી લોકોને શ્રેષ્ઠ સુવિધા પણ મળતી થઈ, પણ એની સામે વીએસ હોસ્પિટલને અવગણવાની અથવા તો એને ઓછું મહત્વ આપવાનો કોઈ અર્થ ખરો ?આંકડો જાણશો તો ચોંકી જશો.

વી.એસ હોસ્પિટલના નવીનીકરણ માટે અધધ બજેટ

  • વર્ષ 2023-24 માટે રૂ.55,00,00,00
  • હોસ્પિટલ અને ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે
  • વર્ષ 2021-22 માં રૂ.163.85 કરોડ , વર્ષ 2022-23 માં રૂ.173.32 કરોડ
  • વર્ષ 2023-24માં રૂ.183.01 કરોડ, 2024-25માં રૂ.261.95 કરોડ
  • કુલ 782.13 કરોડનું બજેટ ફાળવાયું.

છતા હોસ્પિટલ આજે પણ એજ ખંડેર સ્થિતિમાં છે.  હોસ્પિટલ ખુદ સારવાર માગી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:28 pm, Tue, 3 December 24

Next Article