ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ, “યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું”
Alpesh Thakor's video : વિડીયોમાં અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે, "દોસ્તો મારી પર ભરોસો રાખજો.મારી ઈમાનદારી અને ખુમારી એ જ છે."
AHMEDABAD : ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં અલ્પેશ ઠાકોર શેરો-શાયરી કરતા જોવા મળ્યાં. અલ્પેશે કહ્યું કે મનથી હાર્યો નથી મજબૂત છું. પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. હું એકવાર પડ્યો, બે વાર પડ્યો.પરંતુ ત્રીજી વખત નહીં પડું કે નહીં પડવા દઉ.દોસ્તો મારી પર ભરોસો રાખજો.મારી ઈમાનદારી અને ખુમારી એ જ છે..આ વાયરલ વીડિયો બાદ રાજકીય વર્તૂળોમાં અલ્પેશ કાંઈ નવા-જૂની કરે તેવી અટકળો તેજ થઈ છે.
વાયરલ વિડીયોમાં અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છું આના પરથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉઠી છે કે આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર કંઇક નવા-જૂની કરી શકે છે. અલ્પેશ ઠાકોર સૌથી પહેલા કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં જોડાયા અને રાજ્યની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વડગામથી ભાજપની ટીકીટ પર ચૂંટણી લડ્યા, પણ હારી ગયા. વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર બાદ અલ્પેશ ઠાકોર હાસીયામાં ધકેલાઈ ગયા હતા.
ભાજપમાં જોડાયા પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે જોવા મળ્યા હતા. જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસમાં જોડાવાની વાત સ્વીકારી છે. પણ અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જ રહેશે, ફરી કોંગ્રેસમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો : Gandhinagar : પાટીદાર સમાજની ચિંતન બેઠક, અનામતનો લાભ આપવા મુદ્દે ચર્ચા થઇ
આ પણ વાંચો : Gandhinagar : ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 ભરતી કરાશે : ગૃહ રાજ્યમંત્રી