Video: આર્યકન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિની સાથે રેગિંગનો આક્ષેપ, વિદ્યાર્થિનીને સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આરોપ

Video: આર્યકન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિની સાથે રેગિંગનો આક્ષેપ, વિદ્યાર્થિનીને સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 3:26 PM

પોરબંદર (Porbandar) 100 વર્ષ કરતા જૂની નાનજી કાલિદાસ મહેતા ગ્રુપ સંચાલિત આર્ય કન્યા ગૃરુકુળમાં લગભગ 300 જેટલી વિદ્યાર્થિનીઓ શિક્ષણનું સિંચન કરે છે. જો કે આ સંસ્થામાં પ્રથમ વખત વિવાદ સર્જાતાં મામલો ગરમાયો છે અને વિદ્યાર્થિનીઓ ગુરુકુળ છોડી વાલીઓ સાથે જતી રહી છે. ફરિયાદી કિ

પોરબંદર જિલ્લાની સૌથી જૂની જાણીતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળમાં કથિત રેગિંગની ચર્ચા વિવાદનો વિષય બની છે. માતા-પિતા પોતાની દિકરીઓને મળવા આવ્યા હતા. પરંતુ કથિત રેગિંગના સમાચાર સાંભળીને વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ધોરણ-10ની વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતી સાથી બે વિદ્યાર્થિનીએ આ કૃત્ય કર્યાનો આક્ષેપ છે. રેગિંગની ઘટના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોરબંદર 100 વર્ષ કરતા જૂની નાનજી કાલિદાસ મહેતા ( હાથી સિમેન્ટ ) ગ્રુપ સંચાલિત આર્ય કન્યા ગૃરુકુળમાં લગભગ 300 જેટલી વિદ્યાર્થિનીઓ શિક્ષણનું સિંચન કરે છે. જો કે આ સંસ્થામાં પ્રથમ વખત વિવાદ સર્જાતાં મામલો ગરમાયો છે અને વિદ્યાર્થિનીઓ ગુરુકુળ છોડી વાલીઓ સાથે જતી રહી છે. ફરિયાદી કિશોરીએ બિભત્સ ચિઠ્ઠી મળ્યાનો દાવો કર્યો હતો. કહ્યું, કેટલીક સિનિયર વિદ્યાર્થિનીઓનું ગ્રુપ છે. જે અન્ય વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા વિદ્યાર્થિનીઓને મજબૂર કરે છે. ઊંઘમાં હોય ત્યારે વિદ્યાર્થિનીઓના કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે. બીજી તરફ તપાસની માગ સાથે પીડિતાના વાલી હોસ્ટેલમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. જો કે બંન્ને પક્ષે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

તો પ્રિન્સિપાલે તમામ આરોપને ફગાવ્યા. કહ્યું, વિદ્યાર્થિનીને ગુરૂકૂળમાં ફાવતું ન હોવાથી સમગ્ર ઘટના ઉભી કરી છે. જાતીય સતામણી જેવું કંઈ થયું નથી અને પીડિતાના વાલીએ મારી સાથે બિભત્સ વર્તન કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">