Banaskantha : ભદ્રીવાડી ગામમાં વીજ ચેકિંગના નામે તોડ, ખેડૂતો પાસેથી 14 હજારથી વધુનો કર્યો તોડ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2023 | 1:12 PM

બનાસકાંઠાના કાંકરેજના ભદ્રીવાડી ગામમાં વીજ ચેકિંગના નામે ખેડૂતો પાસે તોડ કરાતો હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ચાર જગ્યાએ વીજ ચેકિંગના નામ તોડ થયો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામમાં વીજ ચેકિંગના નામે ખેડૂતો પાસે તોડ થાયની ઘટના સામે આવી છે. કાંકરેજના ભદ્રીવાડી ગામમાં વીજ ચેકિંગના નામે ખેડૂતો પાસે તોડ કરાતો હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ચાર જગ્યાએ વીજ ચેકિંગના નામ ખેડૂતો પાસેથી નાણા પડાવી લીધા હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો : Banaskantha : દાંતાના આદિવાસી પાસેથી 120 ટ્રેકટર લઈને ક્વોરીનો કોન્ટ્રાકટર થયો છૂમંતર, ભોગ બનનારાઓએ કોન્ટ્રાકટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જુઓ Video

ગામના ચાર ખેડૂતો પાસેથી અંદાજે વીજ ચેકિંગના નામે 14 હજાર 600નો તોડ થયો હોવાનો આરોપ છે. લોકોની તોડની ફરિયાદ બાદ થરાદ UGVCLના નાયબ કાર્યપાલક ઇજનેરે ભદ્રીવાડી ગામમાં તપાસ હાથ ધરી હતી. ગામમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ કરતા ગઈકાલે સાંજના સમયે GJ 24 K 3364 નંબરની ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ તોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે નાયબ કાર્યાપાલ ઇજનેરે કહ્યું કે કેટલાક ગાડીમાં આવેલા શખ્સોએ તોડ કર્યો છે. જેની અમે તપાસ કરી રહ્યાં છીએ. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…