એમ.એસ.યુનિવર્સિટી પર ભરતી કૌભાંડ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપ, પૂર્વ વિદ્યાર્થી નેતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

એમ.એસ.યુનિવર્સિટી પર ભરતી કૌભાંડ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપ, પૂર્વ વિદ્યાર્થી નેતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:14 PM

એમ એસ યુનિવર્સિટીના ફર્નિચર રિપેરીંગના કામમાં ટેન્ડર વગર પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જૈમીન જોશીએ આરટીઆઈ દ્વારા આ અંગે માહિતી એકઠી કરી છે.

ભરતી કૌભાંડના આક્ષેપો વચ્ચે એમએસ યુનિવર્સિટી પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. એમ એસ યુનિવર્સિટીના ફર્નિચર રિપેરીંગના કામમાં ટેન્ડર વગર પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જૈમીન જોશીએ આરટીઆઈ દ્વારા આ અંગે માહિતી એકઠી કરી છે. જૈમીન જોશીએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીએ વર્ષ 2015માં ફર્નિચર રીપેરીંગનું કામ અમદાવાદની અંધ અપંગ ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર નામની સંસ્થાને આપ્યું હતું. પરંતુ આ અંગે કોઈ ટેન્ડર બહાર નહોંતુ પાડવામાં આવ્યું. 2 લાખથી ઉપરનું કોઇપણ કામ ટેન્ડર વગરન થવું ન જોઇએ, જો કે અહિં તો 1.42 કરોડનું કામ ટેન્ડર વગર થયું છે. જેના પગલે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે. હાલ તો આ કૌભાંડના આક્ષેપોને લઇને શિક્ષણવિભાગમાં દોડધામ મચી છે. અને, તમામ આક્ષેપોને લઇને તપાસ પણ આરંભી દેવામાં આવી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે છે. અહીં પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એમ એસ યુનિવર્સિટીના ભરતી કૌભાંડ અંગે સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે એમએસ યુનિવર્સિટી ભરતી કૌભાંડ અંગે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જરૂરી છે. કઈપણ ખોટું થયું હશે, કોઈપણ હશે તેના વિરૂદ્ધ ચોક્કસ પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો : ICC T20 World Cup 2021: પાકિસ્તાનની જીત પર ભારતમાં ફટાકડા ફોડવામાં આવતા વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર ગુસ્સે થયા, કર્યું ટ્વિટ

આ પણ વાંચો : સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">