સુરતમાં સરકારી અધિકારીને મફતનું ખાવાની આદત પડી મોંઘી ! કોર્પોરેશને અધિકારી પાસે માંગ્યો ખુલાસો

|

Feb 06, 2024 | 7:33 PM

સુરતમાં કોર્પોરેશનના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ પટેલ પર આરોપ લાગ્યો છે કે તેમણે પીઝા શોપમાં પીઝા-બર્ગરનો ઓર્ડર કર્યો. ત્યાર બાદ પાર્સલ કલેક્ટ કર્યું પણ તેના રૂપિયા દુકાનદારને ચુકવ્યા નહોતા. અધિકારીની આ સમગ્ર હરકત દુકાનના CCTVમાં કેદ થઈ છે.

ઘણા સરકારી અધિકારીઓને રૌફ જમાવવાની આદત હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં કોર્પોરેશનના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ પટેલ પર આરોપ લાગ્યો છે કે તેમણે પીઝા શોપમાં પીઝા-બર્ગરનો ઓર્ડર કર્યો. ત્યાર બાદ પાર્સલ કલેક્ટ કર્યું પણ તેના રૂપિયા દુકાનદારને ચુકવ્યા નહોતા.

અધિકારીની આ સમગ્ર હરકત દુકાનના CCTVમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ દુકાનદારે CCTVના આધારે કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેશને મફતનું લેનાર અધિકારીને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચો સુરત : પાન પડીકી ખાવાના શોખીનો સાવચેત રહેજો… ગમેત્યાં પીચકારી મારી તો દંડ ભરવો પડશે, જુઓ વીડિયો

Next Video