Gujarati Video : મહીસાગરના કાકોશીમાં જમવાની બાબતે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત

| Edited By: | Updated on: Jun 11, 2023 | 7:28 AM

મહીસાગરના લીમડીયા ગામમાં જમવા જેવી બાબતે થયેલી તકરારમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો છે.

Mahisagar : પાટણના કાકોશી બાદ વધુ એક અનુસૂચિત જાતિ યુવકની હત્યા કરવામાં આવી છે. મહીસાગરના લીમડીયા ગામમાં જમવા જેવી બાબતે થયેલી તકરારમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. બનાવની વાત કરીએ તો લીમડિયા ગામમાં જમવા જેવી નજીવી બાબતે તકરાર થઇ હતી. જેમાં એક યુવકને ઢોર માર મરાયો હતો.

આ પણ વાંચો : Mahisagar: લુણાવાડા સરકારી હોસ્પિટલના કર્મચારીએ કરી આત્મહત્યા, તબીબ ધમકી આપતા હોવાનો આરોપ, જુઓ Video

અમિત પટેલ નામના શખ્સે યુવકને ઢોર માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં આખરે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તો બીજી તરફ યુવકના મોત બાદ તેમના સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યાં હતા અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે.

મહીસાગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 11, 2023 07:25 AM