સુરતમાં દિવાળી પહેલા તમામ પોલીસ સ્ટેશનની સૂરત બદલાશે, કેવી રીતે? જાણો આ વિડીયો દ્વારા
સુરત : રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા ગવર્મેન્ટ રેલ્વે ક્વોટર્સમાં 40 ફ્લેટના રેલવે આવાસનું લોકાર્પણ સમારોહ કાર્યક્રમ પૂરો થયા બાદ અચાનક વરાછા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા.
સુરત : રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા ગવર્મેન્ટ રેલ્વે ક્વોટર્સમાં 40 ફ્લેટના રેલવે આવાસનું લોકાર્પણ સમારોહ કાર્યક્રમ પૂરો થયા બાદ અચાનક વરાછા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય કાંતિ બલ્લર અને મેયર માવાણી સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.આ સમયે વરાછા પોલીસ સ્ટેશનમાં ગંદકી જોઈને તેમને દૂર કરવાનો પણ ગુહ મંત્રીએ ટકોર કરી હતી
સમગ્ર સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં આગામી દિવસમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે : પોલીસ કમિશનર અજય કુમાર તોમર
લોકાર્પણ કાર્યક્રમ બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય કાંતિ બલ્લભ અને સુરત શહેરના મેયર માવાણી તેમજ પોલીસ કમિશનર અજય કુમાર તોમર અચાનક વરાછા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચી ગયા હતા. અચાનક પહોંચેલા ગુહ મંત્રીને લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કમિશનર અજયકુમાર તોમર ધારાસભ્ય કાંતિ બલ્લર તેમજ મેયર માવાણી સાથે સ્થાનિક વરાછાના લોકોને લાગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ચોકીઓ બનાવવા તેમજ અન્ય કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીની ટકોર બાદ આગામી દિવસમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છ અભિયાન શરૂ કરવાનો આદેશ પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
