સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં પ્રધાન કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું, “સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.”
કુંવરજી બાવળિયાએ કહ્યુ કે કેટલાક લોકો દુવિધા ઉભી કરવાનો પ્રયાસ કરે છે, સંગઠનના નામે નવી નિમણૂકો આપી સમાજને તોડવાનો પ્રયાસ થયો છે. કોર્ટમાં પડતર કેસનો ઉકેલ આવે પછી સંગઠન આગળ વધશે.