Bhavnagar : અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા રોજગારી પર માઠી અસર

|

Sep 19, 2022 | 9:40 AM

અગ્રણી શિપ બ્રેકરનું કહેવું છે કે, અલંગની સરખામણીએ તુર્કીમાં (Turkey)ઓછી સગવડતો હોવા છતાં યુરોપિયન યુનિયનના જહાજો તે લોકો ખેંચી જવામાં સફળ થઈ રહ્યા છે.

ભાવનગરમાં (Bhavnagar) આર્થિક કરોડરજ્જુ ગણાતા અને મોટાપાયે રોજગારી (Employment)  પૂરી પાડતા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે શીપ રિસાયકલિંગ યાર્ડમાં (Ship recycling yard) કાર્યરત એકમો ત્રણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રેગ્યુલેટર ગુજરાત મેરીટાઇમ બોર્ડ (Gujarat Maritime board)  તરફથી ઉંચા ચાર્જીસ અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી ઉદ્યોગો પર તેની અસર વર્તાઈ રહી છે. શિપ બ્રેકર સમીર ભાયાણીનું કહેવું છે કે, 160 પ્લોટ પૈકી માત્ર 30 પ્લોટમાં જ શિપ કટીંગની કામગીરી ચાલે છે અને અલંગની સરખામણીએ તુર્કીમાં (Turkey) ઓછી સગવડતો હોવા છતાં યુરોપિયન યુનિયનના જહાજો તે લોકો ખેંચી જવામાં સફળ થઈ રહ્યા છે.

શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યામાં પણ સતત ઓટ

મહત્વપૂર્ણ છે કે,હરિફ દેશોમાં વધુ ભાવ મળતા હોવાથી ભારતની સરખામણીએ નફાકારકતા ધરાવતા જહાજો ત્યાં વધુ ડાઇવર્ટ થવા લાગ્યા છે.ડોલર અને જહાજના વધેલા ભાવ અલંગના શિપબ્રેકરો માટે હાલની પરિસ્થિતિમાં પોસાણ થાય તેમ નથી, શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યામાં પણ સતત ઓટ આવી રહી છે. અને વર્તમાન માર્કેટ ને કારણે આવનાર દિવસોમાં જહાજ (Boat) ની સંખ્યા ઘટવાના એંધાણ દેખાઈ રહ્યા છે.ત્યારે ઉદ્યોગને મંદીથી બચાવવા માટે સરકારી રાહતો કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારણા થવી આવશ્યક છે.

Next Video