Breaking News : અમદાવાદના બોપલ-ઘુમા માટે રાહતના સમાચાર, AMC ₹32 કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વૉટર લાઇન નાખશે, જુઓ Video

Breaking News : અમદાવાદના બોપલ-ઘુમા માટે રાહતના સમાચાર, AMC ₹32 કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વૉટર લાઇન નાખશે, જુઓ Video

| Edited By: | Updated on: Nov 06, 2026 | 6:57 AM

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારના રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે. AMC ₹32 કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વૉટર ડ્રેનેજ સિસ્ટમ નાખશે, જેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે.

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા હતી, તેનો હવે કાયમી ઉકેલ આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી સ્ટોર્મ વૉટર ડ્રેનેજ સિસ્ટમ નાખવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલા યોજેલા લોક દરબારમાં લોકો દ્વારા પાણી ભરાવા અંગેની ફરિયાદો રજૂ કરાઈ હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ તાકીદના પગલાં લેવાની સૂચના આપી હતી, જેના પગલે AMC આ કામગીરી હાથ ધરશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ₹32 કરોડના ખર્ચે સ્ટોર્મ વૉટર લાઇન નાખવામાં આવશે. આ કામગીરી દિવાળીના તહેવાર બાદ તરત જ શરૂ કરવામાં આવશે અને આગામી 8 થી 9 મહિનામાં તેને પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા પમ્પિંગ સ્ટેશન અને વરસાદી લાઇન સંબંધિત ત્રણ મુખ્ય કામો હાથ ધરવામાં આવશે. આ કામો પૂર્ણ થતાં આવતા ચોમાસા સુધીમાં બોપલ-ઘુમા વિસ્તારના લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તેમને ઓછામાં ઓછી તકલીફ પડશે. આનાથી વિસ્તારનો શહેરી વિકાસ પણ સુનિશ્ચિત થશે.

અમદાવાદની નવી સોલાર નીતિ: સોલાર પેનલ વિના BU પરવાનગી નહીં?

Follow Us
Loading...
Unable to load recommendations.