Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતુ. જે પછી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મેઘાણીનગર, નરોડા, પાલડી, આશ્રમ રોડ, રિવરફ્રન્ટ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ પશ્ચિમમાં પણ ગોતા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો-Navsari: ગણદેવીમાં સતત વરસાદના પગલે ગરીબ પરિવારોના છાપરા છીનવાયા, જુઓ Video
વરસાદ વરસતા અમદાવાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નરોડા, મેઘાણીનગર, અસારવા સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઇ ગયા છે. તો કેટલાક વાહનો બંધ પડી ગયા છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે.
વરસાદના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેલા લાગી છે. બસોના ટાયરના ઉપર સુધી પાણી ભરાઇ ગયુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:20 pm, Thu, 29 June 23