અમદાવાદમાં ગણતરીની મિનિટમાં જ વરસ્યો 1 ઈંચ જેટલો વરસાદ, અસારવા-ચાંદલોડિયામાં દોઢ ઈંચ ખાબક્યો

| Updated on: Jul 31, 2026 | 5:17 PM

અમદાવાદના જ કાલુપુર, સરદારનગર, કોતરપુર અને રાણીપમાં પણ સવા ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ચાંદખેડા, ગોતા, સાયન્સ સિટી અને મોટેરા સહિતના વિસ્તારોમાં પણ એક ઇંચથી વધુ વરસાદ AMCના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

હવામાન વિભાગના રેડ એલર્ટની વચ્ચે અમદાવાદમાં આજે 31મી જુલાઈના રોજ બપોરના સમયે ગણતરીની મિનિટ માટે વરસેલા વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી નાખ્યું હતું. અમદાવાદ શહેરમાં ગણતરીની મિનિટો માટે વરસેલા ધોધમાર વરસાદ, સરેરાશ એક ઈંચ જેટલો નોંધાયો છે. અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં વરસાદની માત્રા અલગ અલગ નોંધાઈ છે.

અમદાવાદમાં  31 જુલાઈના બપોરે એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો, વિસ્તારની દ્રષ્ટિએ, અમદાવાદના અસારવા અને ચાંદલોડિયામાં સૌથી વધુ અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

પૂર્વ ઝોનમાં 10 મી.મી, પશ્ચિમ ઝોનમાં 27.14 મી.મી., ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 41.21 મી.મી., દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 24.36 મી.મી. મધ્ય ઝોનમાં 31 મી.મી., ઉત્તર ઝોનમાં 27 મી.મી. દક્ષિણ ઝોનમાં 9.25 મી.મી. વરસાદ નોંધાયો છે. જો ઝોન વાર વરસાદની ગણતરી કરીએ તો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.  અમદાવાદના જ કાલુપુર, સરદારનગર, કોતરપુર અને રાણીપમાં પણ સવા ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ચાંદખેડા, ગોતા, સાયન્સ સિટી અને મોટેરા સહિતના વિસ્તારોમાં પણ એક ઇંચથી વધુ વરસાદ AMCના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

ધોધમાર વરસાદને કારણે એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Breaking News : સાવધાન..અમદાવાદમાં ધમધોકાર વરસાદ શરૂ! જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા આપીલ

Follow Us
Loading...
Unable to load recommendations.