Ahmedabad : ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા અને ફરિયાદોમાં વધારો થયો

| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:42 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં ઉનાળામાં જ નહીં પરંતુ વર્ષોથી દરરોજ ટેન્કર દ્વારા જ પાણી આપવાની ફરજ કોર્પોરેશનના સત્તાધીશોને પડી રહી છે. ત્યારે મેયર જણાવી રહ્યા છે કે ટેકનિકલ ખામીને પગલે નેટવર્ક નાંખી શક્યા નથી.

અમદાવાદમાં(Ahmedabad)  એક તરફ ગરમી(Summer)  વધી રહી છે ત્યારે બીજી તરફ પીવાના પાણીની સમસ્યા(Water Crisis)  અને ફરિયાદોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે… શહેરમાં એવા વિસ્તારો છે ક્યાં પાણીના કોઈ કનેક્શન નથી અને વર્ષોથી પાણીના ટેન્કરના સહારે જીવ વિતાવવું પડે છે. રામોલ, હાથીજણ, મુમદપૂરા સહિતના કેટલાય વોર્ડ છે કે જ્યાં પીવાના પાણીનું નેટવર્ક જ નથી. જેના કારણે લોકોએ દરરોજ સવારે પાણીના ટેન્કરની વાટ જોવી પડે છે. આ ટેન્કરનું જ પાણી આ લોકો પીતા હોય છે અને નહાવા માટે પણ આજ પાણી વપરાય છે.આ તરફ કોંગ્રેસે એએમસીના સત્તાધીશો પર આક્ષેપ કર્યા છે કે અમદાવાદમાં પાણી આપવા જે દાવા કરાય છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે.સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં 20 ટકા વિસ્તારમાં પાણીના નેટવર્ક ન હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવે છે.

બીજીબાજુ શહેરમાં ઉનાળામાં જ નહીં પરંતુ વર્ષોથી દરરોજ ટેન્કર દ્વારા જ પાણી આપવાની ફરજ કોર્પોરેશનના સત્તાધીશોને પડી રહી છે. ત્યારે મેયર જણાવી રહ્યા છે કે ટેકનિકલ ખામીને પગલે નેટવર્ક નાંખી શક્યા નથી.

આ પણ વાંચો : PM Modi Gujarat Visit : બુધવારે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે, 22,000 કરોડની વિવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

આ પણ વાંચો :  Kutch: જખૌના દરિયા કિનારેથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો