અમદાવાદ વીડિયો : મોટેરા સ્ટેડિયમ બહાર મોદી માસ્કનો ફિવર જોવા મળ્યો, ‘ભારત જીતશે’ ના ચાહકોએ લગાવ્યા નારા
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઇ સમગ્ર વિશ્વના લોકોમાં ઉત્સાહ છે.ત્યારે દેશ-વિદેશથી લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. ભારતના અનેક રાજ્યો સાથે ઇન્ગલેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો આવી પહોંચ્યા છે.વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો પણ સમર્થન કરી રહ્યા છે. સ્ટેડિયમમાં લાખો ચાહકો ઉમટી પડ્યા છે.
આજે અમદાવાદાના મોટેરા સ્ટેડિયમ ફાઈનલ મેચ રમાવવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઇ સમગ્ર વિશ્વના લોકોમાં ઉત્સાહ છે.ત્યારે દેશ-વિદેશથી લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. ભારતના અનેક રાજ્યો સાથે ઇન્ગલેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો આવી પહોંચ્યા છે.વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો પણ સમર્થન કરી રહ્યા છે.
સ્ટેડિયમમાં લાખો ચાહકો ઉમટી પડ્યા છે.તો આ સાથે ‘ભારત જીતશે’ના નારા લગાવી રહ્યા છે. ત્યારે વિદેશથી આવનારા ભારતીય ટીમના ચાહકો વિશ્વાસ સાથે ભારતની જીતના નારા લગાવવતા જોવા મળ્યા છે. તે માંથી કેટલાક લોકોના ટિકીટથી પણ વંચિત રહી ગયા છે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર મોદીના માસ્ક સાથે જોવા મળ્યા છે. લોકોનું કહેવુ છે કે નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને જીતનો આનંદ માણસે. તેમજ મોદી સ્ટેડિયમની બહાર લોકોમાં ભારે ઉત્સાહનો માહોલા જોવા મળ્યો છે.