Ahmedabad : વીજળી પડવાથી થયેલા મૃત્યુમાં મળશે સહાય, બે માનવ મૃત્યુ માટે તંત્રએ શરૂ કરી પ્રક્રીયા

Ahmedabad : વીજળી પડવાથી થયેલા મૃત્યુમાં મળશે સહાય, બે માનવ મૃત્યુ માટે તંત્રએ શરૂ કરી પ્રક્રીયા

| Edited By: | Updated on: May 31, 2023 | 6:28 PM

અમદાવાદમાં વાવાઝોડામાં માનવ મૃત્યુ પામેલા લોકોના વારસદારને સહાય મળશે. તંત દ્વારા સહાયની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. વિરમગામ અને સાણંદમાં બે માનવ મૃત્યુ થયા હતા. જે ઘટનામાં જિલ્લા વહીવટી તંત્ર 4 લાખની સહાય આપશે.

Ahmedabad: જિલ્લામાં બે દિવસ પહેલાના વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનને આર્થિક રાહત સહાય ચૂકવાશે.  ચોમાસા પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ નુકશાનના બનાવો સામે આવ્યા છે. જેમાં  અમદાવાદમાં ઘટના બની હતી, જેમાં વીજળી પડવાથી નીપજેલા મોતને લઈ તેમણે સહાય ચૂકવવામાં આવશે. માનવ મૃત્યુને લઈ જિલ્લા વહીવટી તંત્ર રૂપિયા 4 લાખની સહાય આપશે.

આ પણ વાંચો : FBIના ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગુજરાતી, 2015થી પકડી શકી નથી વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા

વરસાદના કારણે થયેલા નુકશાનને લઈ સહાય માટે તંત્રએ પ્રક્રીયા શરૂ કરી દીધી છે. વિરમગામના દલસાણા ગામે વીજળી પડતા રોહિત ભરવાડ નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે સાણંદના જુવાળ ગામે વીજળી પડતા ડાભી ચંપાનું મોત થયું હતું. દેત્રોજમાં 1 પશુનું મોત અને 4 લોકોને પતરું વાગવાથી ઘાયલ થયા હતા. મહત્વનુ છે કે આગામી સમયમાં પણ વરસાદની આગાહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 31, 2023 06:28 PM