Rain forecast: આગામી 5 દિવસ રાજ્યમાં કેવું રહેશે વરસાદનું જોર, જુઓ Video
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી સમયમાં સામાન્યથી હળવો વરસાદ વરસવાની આગાહી છે. ભારે વરસાદની શક્યતા નહીંવત છે તો રાજ્યમાં સિઝનનો 92 ટકા વરસાદ વરસી ગયો.
Monsoon 2023: રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain forecast) છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ પ્રમાણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં સિઝનનો 92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો : Junagadh Video: બદલી થતા SP ને લોકોએ આપ્યુ જબરદસ્ત સન્માન, વિદાય વેળા પ્રજાએ રસ્તા પર ઉભા રહી પુષ્પવર્ષા કરી
મહત્વનું છે કે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આ જિલ્લાઓમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.