ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં ભારે વરસાદ નોંધાયો છે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જે નુકસાનીના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક સપ્તાહમાં 28 લોકોના મોત થયાં છે, છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફતના કારણે ગુજરાતમાં કુલ 158 લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે.