Ahmedabad : ઓઢવમાં તસ્કરોનો ત્રાસ વધ્યો, સીસીટીવી Video સામે આવ્યો

| Edited By: | Updated on: Jul 29, 2023 | 4:33 PM

ઓઢવના વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. જેમાં મંદિરના CCTVમાં ચેક કરતા ચોરી કરતા બે શખ્સ જોવા મળ્યા છે. જેમને મંદિરના પાછળના ભાગે લોક તોડીને પ્રવેશ કર્યો હતો. તેમજ બંને દાનપેટી ચોરીને વાડીમાં લઇ જઇને તોડી હતી.

Ahmedabad: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તસ્કરોનો(Theft) ત્રાસ વધ્યો છે. જેમાં મંદિરમાંથી(Temple) બે દાનપેટી ઉઠાવી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. ઓઢવના વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. જેમાં મંદિરના CCTVમાં ચેક કરતા ચોરી કરતા બે શખ્સ જોવા મળ્યા છે. જેમને મંદિરના પાછળના ભાગે લોક તોડીને પ્રવેશ કર્યો હતો. તેમજ બંને દાનપેટી ચોરીને વાડીમાં લઇ જઇને તોડી હતી.

આ પણ  વાંચો : દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણય પર વિવાદ, મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને, જુઓ Video

જેમાં અંદાજિત 1.25 લાખની ચોરી કરી શખ્સો ફરાર થયા છે. જો કે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ પોલીસ આ અંગે વધુ ગુનો નોધીને બે શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 29, 2023 04:33 PM