ગુજરાતમાં કોરોનાના (Corona) કેસ ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad)માં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર (third wave)ની શરુઆત થઈ ગઈ છે. જો કે ડરામણી વાત તો એ છે કે હવે હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દી (Corona patient)ઓના દાખલ થવાની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગી છે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના કેસ તો વધી રહ્યા હતા, જો કે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવુ પડે તેવા કેસ ખૂબ જ ઓછા હતા. પરંતુ અમદાવાદ શહેરમાં હવે કોરોનાના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનો આંકડો વધવા લાગ્યો છે. શહેરની 51 ખાનગી હોસ્પિટલ, અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલ મળીને 53 હોસ્પિટલોમાં કોરોનાના 120 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ધીમે ધીમે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર પર અને એક દર્દી આઈસીયુમાં દાખલ છે. આ સિવાય બાકી 79 દર્દી આઈસોલેશન અને 24 દર્દી એચડીયુમાં સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસમાં 20 દર્દી વધ્યા છે તો આ તરફ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતા અમદાવાદમાં બે દિવસમાં વધુ 8 હોસ્પિટલો કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર થઈ છે.
મહત્વનું છે કે 07 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં કોરોનાના 2,281 કેસ નોંધાયા છે. જેમાં પગલે અમદાવાદ શહેરમાં વધુ 21 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જેમાં સૌથી વધુ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી પોઝિટીવ
આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા