Ahmedabad : કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટને બનાવ્યો વધુ કડક, દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યુ હશે તો થશે 1 લાખનો દંડ- Video

Ahmedabad : કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટને બનાવ્યો વધુ કડક, દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યુ હશે તો થશે 1 લાખનો દંડ- Video

| Edited By: | Updated on: Oct 08, 2023 | 8:45 AM

Ahmedabad: કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટમાં સુધારો કરીને વધુ કડક બનાવ્યો છે. ફાર્મસી એક્ટમાં સરકાર કોઈપણ ઢીલાશ બક્ષવાના મૂડમાં જણાતી નથી. સરકારે કાયદાને વધુ કડક કરતા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમા દવાની દુકાન ચલાવવા માટે જો ભાડેથી સર્ટફિકેટ આપ્યુ હશે તો એક લાખનો દંડ ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.

Ahmedabad: જો હવે દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યુ હશે તો એક લાખનો દંડ ભરવા માટે તૈયાર રહેવુ પડશે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ફાર્મસી એકટમાં સુધારો કરીને કાયદાને વધુ કડક બનાવ્યો છે. જો દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યું હશે તો પહેલીવાર 1 લાખનો દંડ થશે. જ્યારે બીજી વખત 2 લાખનો દંડ અને 3 મહિનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

કાયદાનો ભંગ કરનારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જવાનુ રહેશે

સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કડક કાર્યવાહી કરશે અને કાયદાનો ભંગ કરનારે અપીલ માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જવાનું રહેશે. આ કાયદાને ફાર્મસી કાઉન્સિલે આવકારતા કહ્યું કે સાચા ફાર્માસિસ્ટને તેનાથી ફાયદો મળશે. તેમજ દર્દીઓને ફાર્માસિસ્ટ પાસેથી જ યોગ્ય ગુણવત્તાની દવાઓ મળી રહેશે.

આ પણ વાંચો: Gir Somnath: સોમનાથમાં ચોપાટી પર ગટરનું ગંદુ પાણી છોડાતા યાત્રિકો પરેશાન, ટ્રસ્ટ દ્વારા PM મોદી અને અમિત શાહને કરાઈ રજૂઆત-Photos

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો