અમદાવાદનું ‘વાઇબ્રન્ટ હાર્ટ’ : SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની ‘હલચલ વોલ’ બની આકર્ષણનું કેન્દ્ર – Video
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં જૂની શિલ્પકલાઓ ઉપલબ્ધ છે. જે ઐતિહાસિક સમયની યાદ અપાવે છે. મહત્વનું છે કે હવે અમદાવાદના SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે.
અમદાવાદનું SVPI એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે.
શિલ્પની પાછળ, ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે. 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવમાં આવી છે. તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે. અમદાવાદના વારસા અને વર્તમાનની તે ગાથા વર્ણવે છે.