અમદાવાદ : સરસપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7 આરોપી ફરાર, જુઓ VIDEO
આજે મોનિટરિંગ સેલે અમદાવાદના સરસપુરમાં મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપ્યો છે. જેમાં 883 બોટલો સહિત કુલ રૂપિયા 8 લાખ 59 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાકીના 7 આરોપીઓ ભાગી ગયા છે.
ગુજરાતમાં દારુ બંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમ છેલ જોવા મળે છે. દારૂબંધી માટે પોલીસ સતત તેમની (Police) કડક કાર્યવાહી વધારે છે છતા પણ દારુની હેરફેર કરતા બૂટલેગરોમાં વધારો જોવા મળે છે. આજે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના સરસપુરમાં મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. જેમાં તેમણે 883 બોટલો સહિત કુલ રૂપિયા 8 લાખ 59 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાકીના 7 આરોપીઓ ફરાર થયા છે.
આ અગાઉ પણ મોનિટરિંગ સેલે અમદાવાદના ચાંદખેડામાંથી 960 બોટલ વિદેશી દારૂને ઝડપ્યો હતો. જેની કિમત 5 લાખથી વધુ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, સુરેન્દ્રનગર હાઈવે પરથી પણ વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં વિદેશી દારૂની 2300થી વધુ બોટલ અને બિયરની એક હજાર બોટલ મળી હતી. જેમાં કોબીજ તથા ફ્લાવરની આડમાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે કુલ 9.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમા LCB પોલીસે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરથી વિદેશી દારૂ કબજે કર્યો હતી. તેમજ આ કેસમાં મહેમદાવાદના બુટલેગર સોયેબ ઉર્ફે ધુળેટી મન્સૂરીની ધરપકડ કરી હતી.
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
