Ahmedabad: AMCના કોંગ્રેસ કોર્પોરેટરોના દિલ્હીમાં ધામા, વિપક્ષ નેતા બદલવાની માગ સાથે પહોંચ્યા હોવાની અટકળો તેજ
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા બદલવાની માગ સાથે દિલ્હી પહોંચ્યા હોવાની અટકળો તેજ બની છે. આ તમામ કોર્પોરેટર્સે આજે દિલ્હીમાં કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી.
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા છે. કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણને બદલવાની માગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હી ગયા હોવાની અટકળો તેજ બની છે. આ તમામ કોંર્પોરેટર્સે આજે દિલ્હીંમાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. ઈકબાલ શેખ, રાજશ્રી કેસરી, નીરવ બક્ષી અને હાજી મિર્ઝા સહિત કુલ 9 કોર્પોરેટર દિલ્હી ગયા છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં વિપક્ષ નેતાને બદલવાની માગ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા છે. આ અગાઉ તેઓ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી.
કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ
હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ છે. તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. ત્યારે હજુ પણ વિપક્ષ નેતા તરીકે બની રહેતા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર્સે વાંધો ઉઠાવ્યો છે. અગાઉ કોંગ્રેસના 10 જેટલા કોર્પોરેટર્સે AMCના વિપક્ષ નેતાને બદલવાની માગ સાથે શક્તિસિંહને મળ્યા હતા. હાલ વિપક્ષ નેતાની પસંદગીને લઈને કોંગ્રેસના કોર્પોરેટર્સ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ત્યારે જોવાનુ રહેશે કે વિપક્ષ નેતાને બદલવા અંગે પાર્ટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો