Ahmedabad માં કોરોનાના નવા 8627 કેસ, 8 લોકોના મૃત્યુ
અમદાવાદમાં જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે..અહીં પણ એક જ દિવસમાં 177 નવા મામલા સામે આવ્યા અને 47 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં(Gujarat)મહાનગરમાં કોરોનાનું(Corona)સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસમાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેમાં 21 જાન્યુઆરીએ પાછલા 24 કલાકમાં 8627 કેસ નોંધાયા છે અને 8 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. જ્યારે એક જ દિવસમાં 3,081 લોકો સાજા થયા છે.તો અમદાવાદમાં જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે..અહીં પણ એક જ દિવસમાં 177 નવા મામલા સામે આવ્યા અને 47 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. શહેરમાં વધુ 42 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા તો 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 131થી વધી 165 થઈ ગઈ છે. 24 કલાકમાં વધુ 188 ઘરોના 770 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. તો સૌથી વધારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. તો દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે.
એટલું જ નહિ પણ અસારવા સિવિલમાં 70 કર્મચારી ઉપર જ્યારે સોલા સિવિલમાં 40 ઉપર કર્મચારી સંક્રમિત થયા છે. જે અસારવા સિવિલમાં 70 માંથી એકને દાખલ કરવામાં આવ્યા. જે 70માં વર્ગ 1 થી વર્ગ 4 ના દર્દીનો સમાવેશ થાય છે. તો 75 થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઇસોલેટ છે.
આ પણ વાંચો : Rajkot માં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા, પશ્વિમ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે કરાશે
આ પણ વાંચો : ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ