AHMEDABAD : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગને “સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ” નામ અપાયું

AHMEDABAD : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગને “સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ” નામ અપાયું

| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:26 PM

Ahmedabad News : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનુ નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું.

AHMEDABAD :અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગનું નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું છે.પશ્ચિમ ઝોનના સંસ્કાર-2 કોમ્પ્લેક્ષથી મૃદુલ પાર્ક, દસ બંગલા થઇ અનુપમા સોસાયટી પાસે ગુલબાઇ ટેકરા જતા રસ્તાને જોડતા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા શહેરના મેયર કિરીટ પરમારે ટ્વીટમાં લખ્યું –

આજ રોજ ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનુ નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કર્યુ.

તો ડેપ્યુટી મેયર ગીતા પટેલે લખ્યું –

આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમઝોનના નવરંગપુરા વોર્ડમાં આંબાવાડી-પોલીટેકનીક રોડ ઉપર આવેલ પેરેડાઈઝ ટાવરની સામે આવેલ સંસ્કાર-2 કોમ્પલેક્ષ થી મૃદુલ પાર્ક ગવર્મેન્ટ ઓફિસર્સ કવાટર્સ (દસ બંગલા )થઈ મ્યુ. કોર્પો.ત્રિકોણીયા ગાર્ડન થઈ સ્ટેટ્સ રેસીડેન્સીથી અનુપમા સોસાયટી પાસે ગુલબાઈ ટેકરા જતા રસ્તાને જોડતા રસ્તાનું “સ્વ.તારક મહેતા માર્ગ” નામાભિધાન કરવામાં આવ્યું.

આ પણ વાંચો : “લાલ કિલ્લો અમારો છે” આવું કહેતી મહિલાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : SURAT : વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલય ખાતેના 10 દિવસીય ‘હુનર હાટ’નું સમાપન