Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે ઉભું થશે નવું નજરાણું, જાણો ક્યારે તૈયાર થશે ફૂટ ઓવરબ્રિજ અને તેની વિશેષતાઓ

Ahmedabad: સાબરમતી નદી પર એક નવું નજરાણું તૈયાર થવા જઈ રહ્યું છે. પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થતો ફૂટ ઓવરબ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 6:40 AM

એવું નવું નજરાણું છે જે અમદાવાદીઓને રિવરફ્રન્ટ સુધી ખેંચી લાવશે. એક એવું સ્થળ બનવા જઈ રહ્યું છે જ્યાં તમે ફરવાની મજા તો માણી જ શકશો સાથે જ સ્વાદિષ્ટ ફૂડની પણ મજા માણી શકશે. સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. પણ તે 9 બ્રિજ સિવાય બીજા બે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં એક મેટ્રો રેલ બ્રિજ અને બીજો છે ફૂટ ઓવરબ્રિજ.

પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થતો ફૂટ ઓવરબ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડે છે. આવા જ બ્રિજ તમે વિદેશોમાં જોયા હશે. તદ્દન તેવો જ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહ્યો છે. જેને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આવનારા થોડા જ દિવસોમાં શહેરજનોને આ નવું નજરાણું મળશે. હાલ આ બ્રિજનું ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ ચાલી રહ્યું છે.

રિવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહેલા ફૂટ ઓવરબ્રિજની વિશેષતા

ફૂટ ઓવરબ્રિજનું કામ 2018માં શરૂ કરાયુ હતું.
ફૂટ ઓવરબ્રિજ કુલ 79.29 કરોડના ખર્ચે તૈયાર થશે.
બ્રિજની લંબાઈ 300 મીટર જ્યારે વચ્ચેના ભાગે પહોળાઈ 10થી 14 મીટર છે.
ફૂટ ઓવર બ્રિજ 2600 મેટ્રિક ટન લોખંડથી તૈયાર કરાયો છે.
ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે.
આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શકયતા છે.
બ્રિજનો રંગ બદલાતો દેખાય તેવી LED લાઈટ મુકાશે.
બ્રિજ પર ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ હશે.

ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવા માટે આ પહેલા બે વાર ટાઈમલાઈન આપવામાં આવી હતી, હજી પણ કામ પૂર્ણ નહીં થતા ત્રીજીવાર માર્ચ-2022માં કામ પૂર્ણ થશે તેવી ટાઈમલાઈન આપવામાં આવી છે. આશા છે કે હવે આ ફૂટ ઓવરબ્રિજની કામગીરી ત્વરીતે પૂર્ણ થાય અને અમદાવાદીઓને એક નવું નજરાણું માણવાની મજા મળે.

 

આ પણ વાંચો: પ્રદુષણ વધવાને કારણે એર પ્યુરિફાયરનું વેચાણ વધ્યું, સેલ્સમાં 30 ટકાનો ઉછાળો

આ પણ વાંચો: અમદાવાદમાં CNGના ભાવ વધારાના વિરોધમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">