Ahmedabad: ઓઢવની ખારીકટ કેનાલમાં ગંદકી મુદ્દે હવે જાગ્રત થયેલી કોંગ્રેસે લગાડ્યા બેનર!

|

Oct 16, 2022 | 12:55 PM

દૂષિત ખારીકટ કેનાલથી સ્થાનિકોને પરેશાન જોતા યુથ કોંગ્રેસ પણ આ મુદ્દે સક્રિય જોવા મળી રહ્યુ છે. યુથ કોંગ્રેસે (youth Congress )દૂષિત ખારીકટ કેનાલના નામે કેનાલ પર બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 1200 કરોડની ફાળવણી કરવા છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. 

અમદાવાદમાં  (Ahmedabad) ઓઢવની ખારીકટ કેનાલમાં  (kharikat cannal ) ગંદકીના થરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠેર-ઠેર ગંદકીના થરથી વિસ્તારમાં રોગચાળો અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. દૂષિત ખારીકટ કેનાલથી સ્થાનિકોને પરેશાન જોતા યુથ કોંગ્રેસ પણ આ મુદ્દે સક્રિય જોવા મળી રહ્યુ છે. યુથ કોંગ્રેસે (youth Congress )દૂષિત ખારીકટ કેનાલના નામે કેનાલ પર બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 1200 કરોડની ફાળવણી કરવા છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી.  જોકે હવે ચૂંટણી નજીક આવતા  નાગરિકલક્ષી મુદ્દે  મોડે મોડે જાગ્રત થયેલી કોંગ્રેસને આ મહત્વનો મુદ્દો યાદ આવ્યો છે!  અને  ચૂંટણીલક્ષી લાભ લેવા માટે યૂથ કોગ્રેસ દ્વારા અહીં તંત્ર સામે સવાલો કરતા  બેનર લગાવવામાં આવ્યા છે.

આવી સમસ્યાઓ અગાઉ  પણ  પ્રકાશમાં આવી છે  જેમાં કેનાલમાં ખદબદતી  ગંદકીના કારણે આસપાસના સ્થાનિકો  મચ્છરના ઉપદ્રવ અને ગંદકીથી ઉદભવતી સમસ્યાનો સામનો કરે છે.  નરોડાથી શરૂ થતી સિંચાઈ માટે બનેલી ખારીકટ કેનાલમાં કેમિકલનું પાણી વહે છે, 30થી વધુ વર્ષોથી નાગરિકો આ ગંદકીને ના છૂટકે ભોગવે છે.  139 વર્ષ પહેલાં અંગ્રેજો વખતે સિંચાઈ માટે બનેલી ખારીકટ કેનાલ એશિયાની સૌથી લાંબી કચરાપેટી તરીકે ઓળખાતી હતી. જોકે ઇસનપુર   સહિતના કેટલાક વિસ્તારમાં કેનાલ પર  બગીચો બનાવીને  કેનાલનું નવિનીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં હજી પણ  કેટલાક સ્થળો પર  તેમાં ગંદકીનું  સામ્રાજય સર્જાયેલું છે.

Next Video