Ahmedabad : YMCA કલબના કાર્યક્રમમાં તોડફોડ, 10 વાગે ડીજે બંધ કરી દેવાતા લોકો આકરા પાણીએ
YMCA કલબમાં રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું જાહેરનામું હતુ. જેને પગલે કલબમાં ચાલતી પાર્ટી બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો.
અમદાવાદના YMCA કલબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ચાલુ પાર્ટીએ ધિંગાણું સર્જાયું. લોકો અને ક્લબના બાઉન્સરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા પાર્ટીની મજા બગડી. ઘટનાની વાત કરીએ તો YMCA ક્લબમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી.દરમિયાન રાત્રે 10 વાગે ચાલું પાર્ટીએ ડીજે બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇ ક્લબના બાઉન્સરો અને પાર્ટીમાં આવેલા લોકો આમને સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી બોલાચાલી બાદ ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી કરી હતી.જેના કારણે રોષે ભરાયેલા લોકોએ પણ તોડફોડ કરી હતી.
રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું હતું જાહેરનામું
મહત્વનું છે કે, YMCA કલબમાં રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું જાહેરનામું હતુ. જેને પગલે કલબમાં ચાલતી પાર્ટી બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. જો કે આ તોડફોડની ઘટના બાદ ઇવેન્ટ મેનજમેન્ટ તરફથી કોઈએ પણ ફરિયાદ નોંંધાવી નથી.
Published on: Jan 01, 2023 07:37 AM
