Ahmedabad : દિવાળી બાદ શહેરની હવા બની ઝેરી ! અમદાવાદમાં મધ્યરાત્રિએ 502 AQI નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 21, 2025 | 1:12 PM

અમદાવાદમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે દિવાળી બાદ અમદાવાદની હવા ઝેરી બની છે. ફટાકડા ફોડવાના કારણે ગંભીર શ્રેણીમાં વાયુ પ્રદૂષણ થયું છે. અમદાવાદમાં સરેરાશ AQI 300ને પાર થયો છે.

અમદાવાદમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે દિવાળી બાદ અમદાવાદની હવા ઝેરી બની છે. ફટાકડા ફોડવાના કારણે ગંભીર શ્રેણીમાં વાયુ પ્રદૂષણ થયું છે. અમદાવાદમાં સરેરાશ AQI 300ને પાર થયો છે. દિવાળીની રાત્રે અમદાવાદનો AQI 502 નોંધાયો છે. ધૂમાડાને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવાળીએ મોટા પ્રમાણમાં ફટકાડા ફૂટ્યા બાદ વાયુ પ્રદૂષણ થયો છે.

એર પોલ્યુશનની માહિતી આપતી એક વેબસાઈટ મુજબ દિવાળીની રાત્રે શહેરમાં મોટાપાયે ફટાકડા ફૂટ્યા બાદ રાત્રે 10.45ની આસપાસ શહેરમાં AQI 371 નોંધાયો હતો. તો અડધી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ શહેરમાં મહત્તમ AQI 502 નોંધાયો હતો.

અમદાવાદમાં હવામાં  પ્રદૂષણ વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઊઠી હતી. અને આંખમાં બળતરાની ફરિયાદો પણ સામે આવી હતી. તો સવારે 8.30ની આસપાસ શહેરમાં સૌથી વધુ AQI નવરંગપુરામાં 378 નોંધાયો છે. તો મણિનગરમાં 273, પીરાણામાં 268, રાણીપમાં 193 જ્યારે વટવામાં 181 નોંધાયો છે. જ્યારે એસ. જી. હાઈવે પર AQI 173 થી 178 વચ્ચે સામે આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો