નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે કર્યું વિશેષ આયોજન, Videoમાં જાણો સંપૂર્ણ માહિતી
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. શહેરમાં આયોજીત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસકર્મીઓને ફરજ સોંપાશે.
આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.
હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂી માગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે. નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.