Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

| Edited By: | Updated on: Jan 13, 2022 | 7:02 AM

અમદાવાદ પોલીસ દ્વારા 13 તારીખથી સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે. તેમજ જે તે સોસાયટીમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાની જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે.

અમદાવાદમાં(Ahmedabad)ઉત્તરાયણ(Uttarayan ) પર્વને પગલે પોલીસ(Police) કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે.ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહી. ત્યારે 13 તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે. તેમજ જે તે સોસાયટીમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાની જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે.

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે. ઉત્તરાયણ પર્વે 11 ડીસીપી, 21 એસીપી, 63 પીઆઇ, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે.તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે.

પોલીસના જાહેરનામાનો ભંગ થશે કે લાઉડ સ્પીકર વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પ્રયાસ થશે તોપણ પોલીસ કાર્યવાહી કરશે… આ સાથે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ લખી શકાશે નહીં… તેમજ ચાઈનીઝ દોરી કે ટુક્કલનો પણ ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Godhra : ખેડૂતો સિંચાઇના પાણીની વંચિત, શિયાળુ પાક લેવામાં મુશ્કેલીઉભી થઈ

આ પણ વાંચો : ગાંધીનગર : ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે MoU

 

Published on: Jan 13, 2022 07:00 AM