Ahmedabad Plane Crash : મેડિકલ વિદ્યાર્થીઓના મોત મુદ્દે જૂનિયર ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા, વિદ્યાર્થીઓના મૃત્યુઆંક વધારે હોવાની વાત અફવા
12 જૂને અમદાવાદના BJ મેડિકલ કોલેજ પર થયેલા પ્લેન ક્રેશ બાદ મેડિકલ વિદ્યાર્થીઓના મોતના આંકડા વિશે અફવા ફેલાઇ હતી. જે અંગે જૂનિયર ડૉક્ટર એસોસિએશને સ્પષ્ટતા કરી છે. જીહાં, જૂનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરાઇ છે કે, પ્લેન ક્રેશ વખતે MBBSના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 20 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
12 જૂને અમદાવાદના BJ મેડિકલ કોલેજ પર થયેલા પ્લેન ક્રેશ બાદ મેડિકલ વિદ્યાર્થીઓના મોતના આંકડા વિશે અફવા ફેલાઇ હતી. જે અંગે જૂનિયર ડૉક્ટર એસોસિએશને સ્પષ્ટતા કરી છે. જીહાં, જૂનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરાઇ છે કે, પ્લેન ક્રેશ વખતે MBBSના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 20 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ 20 વિદ્યાર્થીઓ પૈકી 11ને તો સામાન્ય સારવાર બાદ રજા પણ આપી દીધી છે.
ઉપરાંત, એક રેસિડેન્ટ ડૉક્ટરના પત્ની સારવાર હેઠળ છે. ત્યારે, ડૉક્ટર એસોસિએશનનું કહેવું છે, કે અફવાઓમાં ના આવવું. આ મામલે જૂનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉ. ધવલ ગામેતીએ કહ્યું કે, ઘટના સમયે 50થી વધુ લોકો મેસમાં હતા. પ્લેન ક્રેશ થતા હોસ્ટેલમાં હાજર 9 લોકોના મોત થયા હતા. જેમાં MBBSના 4 તબીબ અને અન્ય સંબંધીના મોત થયા. અત્યાર સુધીમાં 270 DNA સેમ્પલ લેવાયા છે અને “ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની KD, ઝાયડસ અને સિવિલમાં સારવાર ચાલી રહી છે.
