Ahmedabad : પીરાણા ડમ્પ સાઈટનો કચરાનો ઢગલો આગામી દિવસોમાં ભૂતકાળ બની જવાનો કોર્પોરેશનનો દાવો

Ahmedabad : પીરાણા ડમ્પ સાઈટનો કચરાનો ઢગલો આગામી દિવસોમાં ભૂતકાળ બની જવાનો કોર્પોરેશનનો દાવો

| Edited By: | Updated on: Mar 17, 2022 | 11:50 PM

પીરાણા ડમ્પિંગ સાઈટને લઈને 14 માર્ચના રોજ વિપક્ષ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું... તેમજ ડમ્પિંગ સાઈટના એકમો બરાબર ચાલતા ન હોવાનું પણ અગાઉ ખૂલ્યું હતું

અમદાવાદમાં(Ahmedabad)  પીરાણા ડમ્પ સાઈટની(Pirana Dump Site)  દિવસેને દિવસે પોલ ખુલતી જઈ રહી છે. અને વિપક્ષ કોંગ્રેસે (Congress)  પણ વધુ આક્રમક બનતા આખરે કોર્પોરેશનના સત્તાધીશો સક્રિય થયા છે. અને આખરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને  ડમ્પિંગ સાઈટની મુલાકાત લેવી પડી. તેમજ વિપક્ષ પર પલટવાર કરતા અમદાવાદ વાસીઓને કચરાના વિશાળ ડુંગરથી છુટકારો આપવાનો વાયદો પણ કર્યો છે. અમદાવાદના પીરાણા ખાતે આવેલો કચરાનો ડુંગર હવે આસપાસના લોકો માટે તો માથાનો દુ:ખાવો બની જ ગયો છે. પરંતુ કોર્પોરેશન માટે પણ મોટો પડકાર બની ગયો છે. પીરાણાનો કચરો સાફ થતો ન હોવાથી વારંવાર ફરિયાદો થઈ. તેમજ વિપક્ષે પણ ઉગ્ર વિરોધ કરતા આખરે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઈટની મુલાકાત લેવામાં આવી અને આ મુલાકાત બાદ દાવો કરવામાં આવ્યો કે, કચરો દોઢથી બે વર્ષમાંજ સાફ કરી દેવામાં આવશે.

ડમ્પિંગ સાઈટના એકમો બરાબર ચાલતા ન હોવાનું પણ અગાઉ ખૂલ્યું

તો બીજીબાજુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર હર્ષદ સોલંકી દ્વારા પણ માહિતી આપવામાં આવી કે, કેવી રીતે ડમ્પિંગ સાઈટના કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કચરો સાફ કરવાનું કામ સતત ચાલી રહ્યું છે. પીરાણા ડમ્પિંગ સાઈટને લઈને 14 માર્ચના રોજ વિપક્ષ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું… તેમજ ડમ્પિંગ સાઈટના એકમો બરાબર ચાલતા ન હોવાનું પણ અગાઉ ખૂલ્યું હતું. જેને પગલે વિપક્ષે મેયર અને મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ પણ કર્યો હતો ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે, કચરામાંથી ખાતર બનાવનારી કંપની સામેથી આપણને પૈસા આપી રહી છે આપણે ફક્ત જમીન આપી છે.

આ પણ વાંચો : Ahmedabad : SVPI એરપોર્ટે સર્જ્યો નવો વિક્રમ, 48 દિવસમાં રનવેનું કામકાજ પૂર્ણ કર્યું

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીને મોદી અટકની ટિપ્પણી કેસમાં નોટિસ પાઠવી

Published on: Mar 17, 2022 11:47 PM