Ahmedabad: 23 માર્ચ સુધીમાં પાટીદારો (Patidar) સામેના કેસો પાછા નહિ ખેંચાય અને શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવામાં સરકાર કામગીરી નહિ કરે તો ફરી આંદોલન (Movement)શરૂ થશે. આ જાહેરાત પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ પાટીદારો ફરી સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની (Patidar Anamat Andolan Samiti) બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું હતું. ત્યારે હાર્દિક પટેલે પણ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં જ આંદોલન થશે એ જાહેર કરાયું છે.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પાટીદાર નેતાઓ સક્રિય બન્યા
બીજીબાજુ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, સમાજના આગેવાન દ્વારા મુખ્યપ્રધાનને વાત કરવામાં આવશે. તેમજ 23 માર્ચ સુધી માગ ન સંતોષાય તો આંદોલન કરવામાં આવશે. જોકે અલ્પેશ કથીરિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ કેસ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ હવે નવી કમિટી બનશે તેમાં બિન રાજકીય વ્યક્તિઓ રહેશે.
Published On - 7:44 pm, Sun, 6 March 22