અમદાવાદમાં ફરી રફ્તારનો કેર, કારચાલકે કિશોરને લીધો અડફેટે, જુઓ વીડિયો
અમદાવાદના રામોલમાં કારચાલકે કિશોરને અડફેટે લીધો હોવની ઘટના બની છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે આ જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રામોલથી રિંગરોડ પર પૂરઝડપે જઈ રહેલા કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે. દિવસે દિવસે વધી રહેલા અકસ્માતની ઘટના અંગે પોલીસ કડક કાર્યાવહી કરે તેવી લોક માગ ઉઠી છે. આ બનાવ અંગે કારચાલકની ધરપકડ કરી છે.
અમદાવાદમાં ફરી એકવાર કારની રફ્તારનો કેર જોવા મળ્યો. કારચાલકે 17 વર્ષીય કિશોરને અડફેટે લેતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. ઘટના રામોલથી રિંગરોડ તરફ જતા વિનાયક પાર્ક પાસેની છે. જ્યાં પૂરઝડપે જઈ રહેલા કારચાલકે કિશોરને હવામાં ફંગોળ્યો હતો. જ્યારે કાર પણ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. ઘટનામાં પોલીસે કારચાલકની ધરપકડ કરી છે.
આ બનાવ અંગે પોલીસ પણ સઘન તપાસ કરી રહી છે. મહત્વનુ છે કે આ રોજ બરોજ રોમિયો ગિરિ કરવા રસ્તા પર નીકળતા ક્યારે અટકશે તેનો શહેરી જનો સરકાર પાસે જવાબ માગી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમા દિવાળી અને નવા વર્ષ દરમિયાન આગના કોલમાં વધારો, પાંચ દિવસમાં 307 કોલ મળ્યા
Latest Videos
Latest News