Ahmedabad: વાસણા બેરેજમાંથી 2500 ક્યુસેક પાણી છોડાયું, વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલાયા

Ahmedabad: વાસણા બેરેજમાંથી 2500 ક્યુસેક પાણી છોડાયું, વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 10:03 AM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી માહોલ છે. જેના પગલે નર્મદાની મેઈન કેનાલમાંથી સાબરમતીમાં સરપ્લસ પાણી છોડવામાં આવ્યુ છે.

ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે અમદાવાદના સાબરમતી (Sabarmati) અને નર્મદા કેનાલ (Narmada cannal ) નેટવર્કમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેના પગલે વાસણા બેરેજના દરવાજા બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 2500 ક્યુસેક પાણી છોડાયું છે. જેના પગલે વાસણા તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોને તેમજ નદીના પટમાં આવતા ગામડાઓને એલર્ટ (Alert) કરાયા છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. અને નદીના પટમાં જવાની મનાઈ ફરમાવવમાં આવી છે.

વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા

ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી માહોલ છે. જેના પગલે નર્મદાની મેઈન કેનાલમાંથી સાબરમતીમાં સરપ્લસ પાણી છોડવામાં આવ્યુ છે. વાસણા બેરેજમાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના કારણે વાસણા બેરેજના પણ ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ઠેર-ઠેર જળકુંભીનું હોવાને કારણે પણ વધારાનું પાણી વાસણા બેરેજથી છોડવાનો નિર્ણય કરાયો છે. વધુ પાણી છોડવા અંગે આજે નિર્ણય લેવાશે.

તાપીના ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડાયુ

બીજી તરફ ભારે વરસાદને કારણે તાપીના ઉકાઇ ડેમમાં પણ સતત પાણીની આવક યથાવત છે. હાલ ડેમમાં 1 લાખ 68 હજાર 768 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે..સતત પાણીની આવકને કારણે ડેમની જળસપાટી 335.68 ફૂટ પર પહોંચી છે..જેથી ડેમનું રૂલ લેવલ મેન્ટન કરવા ડેમના 12 ગેટ 9 ફૂટ સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે..ડેમમાંથી 1 લાખ 84 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે..તાપી નદીમાં પાણીની સ્તર વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

g clip-path="url(#clip0_868_265)">