Ahmedabad : પાલડી વિસ્તારમાં કપિરાજની ટોળકીએ મચાવ્યો આતંક, કેટલાય લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:29 PM

અમદાવાદના પાલડી સહિતના વિસ્તારોમાં વાનરોના ઝુંડ એ ઘુરકિયાં કરીને મચાવ્યો આતંક. વૃદ્ધ, બાળક સિક્યુરિટી સહિતના લોકો પર વાનર ગેંગ દ્વારા હુમલો કરાતા, હુમલાખોર વાનરોને પકડી પાડવા માટે વન વિભાગને જાણ કરાઈ છે.

Ahmedabad: મહાલક્ષ્મી વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. 6 જેટલા કપિરાજની ટોળકીએ આતંક મચાવતા લોકોમાં ભય ફેલાયો છે. 2 લોકો પર કપિરાજે હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદની પાલડી વિસ્તારની આ ઘટના છે જેમાં કપિરાજનો આતંક વધ્યો હોવાના બનાવ બન્યા છે. કળશ-3ના એક સિક્યુરિટીને પણ બચકુ ભર્યું છે જેને લઈ સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો : અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયુ , અમદાવાદમાં પણ થશે આ અસર

એક નહીં બે નહીં પરંતુ 6 જેટલા કપિરાજે આતંક મચાવ્યો છે. જેને લઈ અમદાવાદના પાલડી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. શૈવાલ કોમ્પ્લેક્સમાં બાળકને કપિરાજે લાફો માર્યો હોવાની પણ ઘટના બની હતી. આ કપિરાજ થી હવે એકળ બાળકોને પણ ખતરો ઊભો થયો છે. સ્થાનિકોને કપિરાજ દ્વારા વારંવાર હેરાનગતિ થઈ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાલડી વિસ્તારમાં ગાડીનો કાચ તૂટ્યો આવી વિવિધ ઘટનાઓને લઈ કપિરાજના ત્રાસે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 06, 2023 06:39 PM