Ahmedababad: મેટ્રોના ફેઝ 2 માટે 1700 કરોડથી વધુના ધિરાણ પર કરાર, નજીકના ભવિષ્યમાં ગાંધીનગર સુધી દોડશે મેટ્રો

|

Oct 21, 2022 | 8:14 AM

મેટ્રો  ટ્રેન ફેઝ 2નું  કામ  ઝડપી પૂર્ણ થશે તો તેના કારણે અમદાવાદથી  ગાંધીનગર નોકરી વ્યવસાય માટે જતા કેટલાય લોકોના નાણા અને સમય બંનેની  બચત થશે.  તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડા થશે. વાહનોનો ઉપયોગ ઘટતા પ્રદૂષણ પણ ઓછું થશે.

અમદાવાદમાં  (Ahmedabad) બંને રૂટ શરૂ થયા બાદ હવે મેટ્રો ટ્રેન  (Metro train) હવે ગાંધીનગર સુધી દોડશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોના ફેઝ-2 માટે 1700 કરોડના કરાર પર હસ્તાક્ષર થયા હતા.  ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂપિયા 1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વીટ કરીને જાણકારી આપી. જે બાદ ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની મુલાકાત પણ લીધી હતી.  અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો  (Ahmedabad- Gandhinagar metro Train) ટ્રેન શરૂ થતા જ રોજ અપ-ડાઉન કરતા લોકોને ફાયદો મળશે.  આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોને પણ મેટ્રો નેટવર્કથી જોડવાની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે.  નજીકના ભવિશ્યમાં મેટ્રો  ટ્રેન ફેઝ 2નું  કામ  ઝડપી પૂર્ણ થશે તો તેના કારણે અમદાવાદથી  ગાંધીનગર નોકરી વ્યવસાય માટે જતા કેટલાય લોકોના નાણા અને સમય બંનેની  બચત થશે.  તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડા થશે.
વાહનોનો ઉપયોગ ઘટતા પ્રદૂષણ પણ ઓછું થશે.

Next Video