વિરમગામના લીયા ગામમાં તંત્ર દ્વારા હાથ ધરાયુ મેગા ડિમોલિશન, દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન TDO અને પદાધિકારીઓ વચ્ચે થઈ રકઝક

વિરમગામના લીયા ગામમાં તંત્ર દ્વારા હાથ ધરાયુ મેગા ડિમોલિશન, દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન TDO અને પદાધિકારીઓ વચ્ચે થઈ રકઝક

| Edited By: | Updated on: Nov 01, 2026 | 9:18 PM

અમદાવાદના વિરમગામ તાલુકાના લીયા ગામમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ, આ દરમિયાન TDO અને પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક તરફી દબાણ દૂર કરવા નોટિસ અને કામગીરીને લઈને આરોપ લાગ્યા હતા.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના લિયા ગામમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લિયા ગામના સર્વે નંબર 109 પૈકીની સરકારી જમીન પરના કથિત ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન દુકાનો, વાડાઓ અને રહેણાંક મકાનો સહિત આશરે 50 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર દબાણ હટાવો ઝુંબેશ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

આ કાર્યવાહી દરમિયાન ટીડીઓ અને સ્થાનિક પદાધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં મામલો વધુ ગરમાયો હતો. બીજી તરફ, સ્થાનિકોએ તંત્રની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી, જેની સુનાવણીની તારીખ 02.11.2026ના રોજ હતી. તેમ છતાં, તંત્રે તેમની એક પણ રજૂઆત સાંભળ્યા વગર અને હાઈકોર્ટની સુનાવણી પહેલાં જ દબાણો દૂર કરવાની કામગીરી કરી છે.

સ્થાનિકોએ એકતરફી રીતે નોટિસ આપીને દબાણો દૂર કરાયાનો પણ આરોપ લગાવ્યો છે. અગાઉ લિયા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે ડિમોલિશનની કાર્યવાહી નિયમોનુસાર કરાઈ છે કે કેમ તેને લઈને પણ ગણગણાટ શરૂ થયો છે.

 

“પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો…..” ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન- જુઓ Video

Published on: Nov 01, 2026 09:01 PM
Follow Us
Loading...
Unable to load recommendations.