Ahmedabad Student Suicide : VS હોસ્પિટલમાં અભ્યાસ કરતી MBBS ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, કારણ જાણવા તપાસ શરૂ

| Updated on: Apr 05, 2025 | 9:06 PM

અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજની MBBS સેકન્ડ ઈયરની વિદ્યાર્થીનીએ ગુરુવારે રાત્રે VS હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી MBBS સેકન્ડ ઈયરની વિદ્યાર્થીનીએ ગુરુવારે રાત્રે VS હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

વિદ્યાર્થીની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર 424માં અન્ય વિદ્યાર્થીની સાથે રહેતી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સાંજે વિધાર્થીનીના રૂમપાર્ટનર બહાર ગયાં હતાં, ત્યારબાદ અંદાજે 10 વાગ્યે વિદ્યાર્થીનીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી આપઘાત કરી લીધો. તેણીનું શવ પંખાથી લટકતું મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અને કોલેજ સંચાલન ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક પાસે કોઈ સુસાઇડ નોટ મળી નથી અને મૃત્યુના ચોક્કસ કારણ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે વિદ્યાર્થીનીનો મોબાઈલ કબજે લઈ ડિજિટલ ફોરેન્સિક ચકાસણી શરૂ કરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. ઘટના સમગ્ર વિદ્યાર્થીઓ સમુદાયમાં શોક અને આશ્ચર્ય પેદા કરી રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.