Ahmedabad Breaking News: મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત, 14 મે થી ફોન થયો સ્વીચ ઓફ

અમદાવાદનો જ્યોર્જિયામાં મેડિકલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી 14 મે થી ગુમ થયો છે. ધ્વનિત મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા છે.

| Edited By: | Updated on: May 24, 2026 | 3:08 PM

અમદાવાદનો મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત બન્યો છે. વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલો ધ્વનિત રાજદીપ છેલ્લા નવ દિવસથી પોતાના પરિવારના સંપર્કમાં નથી. ધ્વનિત યુરોપના જોર્જિયાના ત્બિલિસી શહેરમાં આવેલી કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો ફોન 14 તારીખ બપોરે દોઢ વાગ્યાથી સ્વીચ ઓફ આવી રહ્યો છે. વિદ્યાર્થીના પિતાનો આક્ષેપ છે કે યુરોપમાં PGમાં રહેતા તેમના પુત્રને PG સંચાલકો ત્રાસ આપતા હતા. જ્યોર્જિયા પોલીસે યોગ્ય તપાસ ન કર્યાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે.

હાલ પુત્રની સાથે કોઈ સંપર્ક ન થતા પરિવારજનોના જીવ પડીકે બંધાયા છે. આ તરફ પરિવારે લાગતા વળગતા તમામ જગ્યાએ મદદની ગુહાર લગાવી છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે પરિવારે મદદ માગી છે. પરિવારજનોએ સાંસદ દિનેશ મકવાણાને રજૂઆત કરી. સાંસદે ખાતરી આપી કે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે અને અમે પરિવારજનોની સાથે છીએ.

India Hormuz Plan: ભારત માટે ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ટ્રમ્પ ન કરી શક્યા એ ભારત કરી બતાવશે?

Published On - 3:07 pm, Sun, 24 May 26

Follow Us